ફિલ્મ જગત
News of Wednesday, 13th November 2019

'બાલા' ૪ દિવસમાં ૫૦ કરોડને પાર

આયુષ્યમાન ખુરાનાએ વધુ એક હિટ આપી છે. તેની ફિલ્મ 'બાલા' દર્શકોને અને વિવેચકોને પણ ગમી છે. આ ફિલ્મે ઓપનીંગમાં જ જબરજસ્ત  કમાણી કરી લીધી હતી. આઠમી નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે એટલે કે શુક્રવારે ૧૦ કરોડ ૧૫ લાખની આવક મેળવી હતી. બીજા દિવસે શનિવારે ફિલ્મે ૧૫.૭૩ કરોડનો અને રવિવારે ૧૮.૦૭ કરોડનો વકરો કર્યો હતો. ઓપનિંગ વિકએન્ડમાં જ આ ફિલ્મે ૪૩.૯૫ કરોડનો આંકડો જમા કરી લીધો હતો. સોમવારે બાલાની કમાણી ૮.૨૬ કરોડ થઇ હતી. આમ રિલીઝના ચાર દિવસમાં જ બાલાએ ૫૨.૨૧ કરોડનું જોરદાર કલેકશન કરી લીધું છે. ગઇકાલે ગુરૂનાનક જયંતિની રજા હોઇ દેશભરમાં વધુ કલેકશન થયું હતું. અગાઉ પણ આયુષ્યમાનની ફિલ્મોએ ખુબ સારી કમાણી કરી છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો છે.

(9:59 am IST)