ફિલ્મ જગત
News of Tuesday, 13th November 2018

રાધિકા આપ્ટેએ કરાવ્યું ફોટોશૂટ

બોલીવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે હમેંશા પોતાના અભિનયને કારણે ચર્ચામાં રહે છે. અભિનય ક્ષમતાને કારણે તેણે મોટા પરદા ઉપરાંત ડિઝીટલ પ્લેટફોર્મ પર પણ ખુબ નામના મેળવી છે. વેબ સિરીઝમાં પણ તે જોરદાર કામ કરી રહી છે. હાલમાં જ રાધિકાએ વોગ ઇન્ડિયા મેગેઝીન માટે ફોટોશૂ ૭ કરાવ્યું હતું. રાધિકાએ હોટ ફોટોશૂટને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યુ હતું. તે અગાઉ પણ વોગ ઇન્ડિયા માટે ફોટોશૂટ કરી ચુકી છે. રાધિકાએ ફોટોમાં સિનરેલા ગાઉન સાથે જોવા મળી હતી. આ તસ્વીરો વિક્રમ બોસએ લીધી હતી. આ ઉપરાંત કાળા સફેદ રંગના ડ્રેસમાં પણ તે જોવા મળી હતી. એ સિવાયના એક ફોટોમાં લાલ રંગના ગાઉન સાથે જબરદસ્ત પોઝમાં જોવા મળી છે. રાધિકાએ સેક્રેડ ગેમ્સ અને ધૂલ જેવી વેબસિરીઝ પણ કરી છે.

(10:38 am IST)