ફિલ્મ જગત
News of Tuesday, 13th November 2018

જીજાજી આયુષને લઇ હવે એકશન ફિલ્મ બનાવશે સલમાન

બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાને ફરી એક વખત જીજાજી આયુષ શર્માને લઇને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યુ છે. સલમાને આયુષને લઇને ફિલ્મ લવયાત્રી બનાવી હતી. હવે તે ફરીથી તેને લઇને એક ફિલ્મ બનાવશે. સલમાનને લવયાત્રીમાં આયુષનું કામ અને સ્ક્રિન પર તેની હાજરી ખુબ ગમ્યા છે. આથી તે આયુષ માટે નવી સ્ક્રિપ્ટની શોધમાં હતો. અંતે તેને આવી સ્ક્રિપ્ટ મળી ગઇ છે. સલમાનને વિશ્વાસ છે કે આ કહાની યુવાઓનું મનોરંજન કરવામાં ચોક્કસ સફળ થશે. આ ફિલ્મ એકશનથી પણ ભરપુર હશે. હાલમાં આયુષે એકશન દ્રશ્યોની તાલિમ લેવાનું શરૂ કરી દીધું છે. સલમાન ખાનની જેમ જ આયુષ પણ મનોરંજક ફિલ્મો બને તે માટે વધુ ધ્યાન આપી રહ્યો છે અને તે માટે ખાસ મહેનત કરી રહ્યો છે.

(10:37 am IST)