28મીએ દીપિકા-રણવીરનું મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં રિસેપ્શન: કાર્ડ જાહેર : મહેમાનો પાસે માગી લિવ લવ લાઇફને ડોનેશનની ગિફ્ટ
મુંબઈ :દિપિકા અને રણવીર 28 નવેમ્બરે મુંબઇના ગ્રેન્ડહયાત હોટલમાં રિસેપ્શન આપશે. આ રિસેપ્શન કાર્ડની તસવીરો સામે આવી છે
દિપિકા રણવીરના રિસેપ્શન કાર્ડમાં જોઇ શકાય છે કે રિસેપ્શન 28 નવેમ્બરના રોજ મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં થશે. કાર્ડમાં રણવીર અને દિપિકાના માતા-પિતાનું નામ પણ જોવા મળે છે.
રિસેપ્શનમાં આશરે 3 હજાર મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યાં છે. એક અહેવાલ અનુસાર દિપિકા-રણવીરે મહેમાનોને એક ખાસ વિનંતી પણ કરી છ. તેમણે મહેમાનોને કહ્યું કે તેઓ ગિફ્ટ તરીકે લિવ લવ લાઇફ ફાઉન્ડેશનને ડોનેશન આપી શકે છે.
દિપિકા અને રણવીર ઇટલીથી પરત ફર્યા બાદ બેંગલોરમાં રિસેપ્શન આપશે. આ રિસેપ્શન 21 નવેમ્બરે હશે. આ રિસેપ્શનમાં દિપિકાના નજીકના મિત્રો અને સંબંધીઓ હાજરી આપશે. આ રિસેપ્શન હોટલ ધ લીલા પેલેસમાં થશે.