ફિલ્મ જગત
News of Saturday, 13th October 2018

જો સાજિદ ખાન વિરૂદ્ધ આરોપો સાચા છે તો તેણે પ્રાયશ્ચિત કરવું પડશે:ફરાહખાન

મુંબઈ :પોતાના બેબાક નિવેદનો માટે જાણીતી ફિલ્મ મેકર ફરાહ ખાને પોતાના ભાઈ સાજિદખાનની  હરકતો પર પ્રતિક્રિયા આપી હતી. જો કે તેણે પોતાના નિવેદનને ટૂંકાણમાં જ પતાવ્યુ હતુ. ફરાહખાને કહ્યુ કે, જો સાજિદ ખાન વિરૂદ્ધ આરોપો સાચા છે તો તેણે પ્રાયશ્ચિત કરવું પડશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ મેકર સાજિદ ખાન પર એક મિહિલા પત્રકાર, ફિલ્મ આસિસ્ટ્ંટ અને એક્ટ્રેસે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

(1:12 pm IST)