ફિલ્મ જગત
News of Thursday, 13th September 2018

27મીએ રિલીઝ થશે ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનનું ટ્રેલર

મુંબઈ: યશ રાજ જેવા પ્રતિષ્ઠિત બેનરની આગામી ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનનું ટ્રેલર માસની ૨૭મીએ રજૂ થશે એવી માહિતી મળી હતી.વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશિત ફિલ્મમાં પહેલીવાર મેગસ્ટાર અમિતાભ બચ્ચન અને આમિર ખાન સાથે ચમકી રહ્યા છે. તેમની સાથે ટોચની અભિનેત્રી કેટરિના કૈફ અને દંગલ ફેમ ફાતિમા સના શેખ પણ ચમકી રહ્યાં છે. ફિલ્મ દિવાળી પર રજૂ થવાની છેઅઢાર- ઓગણીસમી સદીમાં એક છેડે ગાંઠ મારેલા રેશમી રુમાલ દ્વારા પગપાળા કે ઘોડા-ઊંટ યા બળદગાડા દ્વારા જઇ રહેલા પ્રવાસીઓ કે વણઝારને લૂંટનારા ઠગો પોતાના શિકારના ગળામાં રૃમાલની ગાંઠ દ્વારા ફાંસો આપી દેતા હતા. એની કથા છે.યશ રાજના એક પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ આદિત્ય ચોપરાએ ફિલ્મના પ્રમોશન માટે પણ એવી યોજના વિચારી છે કે દરેક નવું પોસ્ટર એક એક પાત્રનો પરિચય કરાવશે. આવા ફર્સ્ટ લૂક પોસ્ટર્સ ૧૭ મી સપ્ટેંબરથી આવવાના શરૃ થશે. સૌથી પહેલાં અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક રજૂ થશે એવું પણ સૂત્રે જણાવ્યું હતું.તાજેતરમાં આમિર ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારી સામે અમિતજી આવે ત્યારે હું મારા સંવાદો બોલવાનું ભૂલી જતો હતો.

(5:11 pm IST)