ફિલ્મ જગત
News of Thursday, 13th September 2018

મને બિનપરંપરાગત વિષયની કથા ધરાવતી ફિલ્મ કરવાનું વધુ ગમે છે:આયુષ્માન ખુરાના

મુંબઈ: હોનહાર અભિનેતા ગાયક આયુષમાન ખુરાનાએ કહ્યું હતું કે મને બિનપરંપરાગત વિષયની કથા ધરાવતી ફિલ્મ કરવાનું વધુ ગમે છે.'તમે મારી ફિલ્મોગ્રાફી ચેક કરી જુઓ. તમને ખ્યાલ આવશે કે મેં પરંપરાગત વિષયો પર ફિલ્મો કરી નથી. સદા કંઇક જુદું કરવાની કોશિશ કરી છે. એમાં મને ક્યારેક ધારી સફળતા મળી છે અને ક્યારેક નથી મળી' એમ આયુષમાને કહ્યું હતું.આયુષમાને વીર્યદાન પર આધારિત વીકી ડોનર ફિલ્મ કર્યા બાદ ઇરેક્ટાઇલ ડિસફ્ંક્શન પર આધારિત ફિલ્મ શુભ મંગલ સાવધાન ફિલ્મ કરી હતી. જાડી પાડી પત્ની ધરાવતા પતિની સમસ્યા રજૂ કરતી ફિલ્મ દમ લગા કે હૈશા ફિલ્મ પણ એવીજ બિનપરંપરાગત કથા ધરાવતી હતી. વખતે જે ફિલ્મ કરી રહ્યો છે બધાઇ હોમાં એક વૃદ્ધ કહેવાય એવા દંપતીની કથા છે. પરિવારમાં યુવાન દીકરો અને પૌત્ર પણ છે એવું દંપતી ફરી એકવાર માબાપ બનવાનું  છે એવી વાત બધાઇ હો ફિલ્મમાં છે. આજે આવું બને નવાઇની વાત ગણાય છે. અગાઉના દાયકાઓમાં એવું નહોતું. કોઇ સ્ત્રી ૬૫-૭૦ વર્ષની વયે માતા બને તો લોકોને નવાઇ લાગતી નહોતી.આયુષમાને કહ્યું કે મારી કને આવી સ્ક્રીપ્ટ્સ કેમ વધુ આવે છે હું જાણતો નથી. પરંતુ મને પ્રકારની બિનપરંપરાગત કથાઓમાં રસ પડવા માંડયો અને હું આવી ફિલ્મો વધુ કરવા માંડયો. લોકોને ગમી હશે તો મારી કારકિર્દી આગળ ચાલે.

(5:08 pm IST)