ફિલ્મ જગત
News of Thursday, 13th September 2018

ગુડ્ડન… તુમસે ના હો પાયેગા સેટ પર નિશાનસિંહે કો-સ્ટારને છીંકી દીધો તમાચો

મુંબઈ: ગુડ્ડનતુમસે ના હો પાયેગા ટીવી સિરિયલના અભિનેતા નિશાંતસિંહ મલકાનીએ શૂટિંગ દરમિયાન એક એવી ભૂલ કરી કે એણે શરમાવું પડયું. હકીકતમાં એણે એના કો-સ્ટાર રેહાન રોયને શૂટિંગ દરમિયાન લાફો ચોડી દીધો હતો. એક સીન એવો હતો જેમાં નિશાંતે રેહાનને લાફો મારવાનો હતો. દૃશ્ય અસરકારક બનાવવાની લાહ્યમાં નિશાંતે હકીકતમાં રેહાનને જોરદાર થપ્પડ મારી દીધી. શૂટિંગ પૂરું થયા બાદ નિશાંતે કહ્યું હતું કે, એક્શન સીન ભજવતી વખતે આવું બનતું હોય છે. મારે રેહાનને થપ્પડ મારવાની એક્ટિંગ કરવાની હતી પણ અસલમાં જોરદાર લાફો પડી ગયો. અમારી વચ્ચે સારી મિત્રતા હોવાથી ખાસ બબાલ થઈ. જોકે રેહાને વાત વાળી લીધી અને મને સાંત્વના આપતાં કહ્યું કે અભિનયમાં ઓતપ્રોત થઈ જાઓ તો આવું થાય, ટેન્શન લેતો.

(5:08 pm IST)