ફિલ્મ જગત
News of Thursday, 13th September 2018

‘ગેમ ચેન્જર્સ ઓફ ઈન્ડિયા હોલ ઓફ ફેમ’થી શાહરુખ ખાનનું લંડનમાં થયું સન્માન

મુંબઈ: લંડનમાં યોજાયેલી એક બિઝનેસ સમિટ દરમિયાન બોલિવૂડના કિંગ ખાન શાહરુખને હિન્દી ફિલ્મોને આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડવા માટેગેમ ચેન્જર્સ ઓફ ઈન્ડિયા હોલ ઓફ ફેમથી નવાજવામાં આવ્યો હતો. સન્માન એને સિનેમા જગતમાં શાનદાર કામ અને હિન્દી ફિલ્મોને આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ ઓળખ આપવા માટે એનાયત કરાયો હતો. પ્રસંગે શાહરુખ ખાને કહ્યું હતું કે, તમે જ્યારે ગેમ ઓફ ચેન્જર બનો છો ત્યારે સન્માન માત્ર તમારું નથી હોતું પણ, એમાં ઘણા લોકો સામેલ હોય છે. મારી સાથે કામ કરનારા સહયોગીઓ, જેમણે મારી કલ્પનાને સાકાર કરવા માટે તનતોડ મહેનત કરી છે અને મારા દર્શકો જેમણે અમે જે પ્રસ્તુત કર્યું એને દિલથી સ્વીકાર્યું.

 

(5:07 pm IST)