ફિલ્મ જગત
News of Thursday, 13th September 2018

વેબ સિરીઝ માટે મોૈનીએ માંગી હીના ખાન કરતાં વધુ ફી

ટીવી પરદેથી ફિલ્મી પરદે આવતાની સાથે જ મોૈની રોયની માંગ વધી ગઇ છે. હીના ખાન અને મોૈની એક બીજાના પ્રતિસ્પર્ધી ગણાય છે. કદાચ આ કારણે જ મોૈનીએ હમણાં એક નિર્માતા પાસે એટલી ફી માંગી હતી કે નિર્માતા પાછા પગલે રવાના થઇ ગાય હતાં. મોૈનીને એક નિર્માતાએ વેબ સિરીઝ માટે ઓફર કરી હતી. પણ મોૈનીએ એક એપિસોડ દીઠ ત્રણ લાખ રૂપિયા ફી માંગી હતી. નિર્માતા આ સાંભળીને ચોંકી ગયા હતાં. હીના ખાનને પ્રતિ એપિસોડ અઢી લાખ મળતાં હોય તો પોતાને ત્રણ લાખ મળવા જોઇએ તેવી વાત મોૈનીએ મુકી હોવાનું કહેવાય છે. મોૈનીની અક્ષય કુમાર સાથેની ફિલ્મ ગોલ્ડ સફળ થતાં જ મોૈનીએ ફી વધારી દીધી છે. હવે પછી તેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર આવી રહી છે. તેમજ મેઇડ ઇન ચાઇનામાં પણ તે રાજકુમાર  રાવ સાથે મુખ્ય રોલમાં છે. બીજી ત્રણેક ફિલ્મો માટે પણ વાત ચાલી રહી છે.

(10:18 am IST)