ફિલ્મ જગત
News of Wednesday, 12th September 2018

ગોવિંદા અભિનીત કોમેડી ફિલ્મફ્રાઈડેનું ટ્રેલર કરાયું રિલીઝ

મુંબઈ :બોલિવૂડમાં પોતાની કોમેડી અને ડાન્સથી લોકોના દિલો પર રાજ કરતો ગોવિંદા વધુ એક કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યો છે. ગોવિંદા અભિનીત ફિલ્મ ફ્રાઈડેનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.

   આ ફિલ્મમાં ગોવિંદાની સાથે વરૂણ શર્મા, સંજય મિશ્રા પણ જોવા મળશે. આખી ફિલ્મ ડાયલોગ્સના ડબલ મિનિંગથી ભરેલી છે. અભિષેક ડોગરાએ નિર્દેશિત આ ફિલ્મ 12 ઑક્ટોબરના રિલીઝ થશે.

(7:53 pm IST)