હું સિક્વલ કવિન બની ગઈ છું: ક્રીતી ખરબંદા
મુંબઈ:અભિનેત્રી ક્રીતી ખરબંદાએ કહ્યું હતું કે હું તો જાણે સિક્વલની સામ્રાજ્ઞા બની ગઇ હોઉં એવું મને લાગવા માંડયું છે. તાજેતરમાં મને બબ્બે સિક્વલમાં લેવામાં આવી હતી.અત્યાર અગાઉ ક્રીતી રાઝ રિબુટ, ગેસ્ટ ઇન લંડન, વગેરે ફિલ્મોની સિક્વલમાં ચમકી હતી. હાલ રજૂ થયેલી અને ફ્લોપ નીવડેલી ધર્મેન્દ્ર પરિવારની યમલા પગલા દિવાના ફિર સેમાં પણ એ ચમકી હતી અને સુપરહિટ કેામેડી ચિરિઝ હાઉસફૂલની ચોથી કડીમાં પણ હીરોઇન તરીકે એને લેવામાં આવી છેઆ પરિસ્થિતિમાં ક્રીતીએ કહ્યું હતું કે મને એવું લાગે છે જાણે હું સિક્વલ ક્વીન બની ગઇ છું. જો કે એણે તરત ઉમેર્યું હતું કે દરેક ફિલ્મ જુદી જુદી જેનરની છે, કોઇ કોમેડી છે, તો કોઇ સસ્પેન્સ થ્રીલર છે એટલે મને સ્ટિરિયો ટાઇપ્ડ થઇ જવાનો ડર લાગતો નથી.એણે કહ્યું કે કદાચ હું સ્ટિરિયો ટાઇપ્ડ થઇ પણ ગઇ તોય વાંધો નથી. હંુ એને એક ચેલેંજ ગણું છું કે એક પાત્ર તમારે દસ વાર ભજવવાનું છે તો એ પાત્રને તમે કેવી રીતે ભજવો છો કે ઓડિયન્સને ગમે એ મહત્ત્વનું છે. એટલે સ્ટિરિયો ટાઇપ્ડ થઇ પણ જાઉં તો મને વાંધો નથી. એક અભિનેતા માટે એકનું એક પાત્ર વારંવાર ભજવવાનની તક સૌથી મોટી ચેલેંજ છે. અત્યાર અગાઉ એ ઇરફાન ખાનની કારવાં ફિલ્મમાં પણ ચમકી હતી.