ફિલ્મ જગત
News of Wednesday, 12th September 2018

દર્શકોને સતત આકર્ષી રહ્યો છે ટીવી શો 'નાગીન-૩'

ટીવી સિરીયલ 'નાગીન-૩' ને ખુબ જોરદાર ટીઆરપી મળી છે. આ સિરીયલમાં એક પછી એક ટ્વિસ્ટ આવતાં રહે છે એ કારણે દર્શકો સતત આ શો સાથે જોડાયેલા રહે છે. હવે શોમાં વિષ અને બેલા વચ્ચે અબોલા થઇ ગયાનું દેખાડાયું છે અને બંને એક બીજીની દુશ્મન બની ગઇ છે. પણ હવે એવું સામે આવ્યું છે કે વિષ જાણી જોઇને દુશ્મન બની નથી, પણ તેને બેલાની દુશ્મન બનાવાઇ છે. શાન વિષને પોતાના વશમાં કરી લે છે, એ પછી વિષ બેલાની વિરોધી બની જાય છે. આ ટીવી શોનો નવો પ્રોમો પણ હાલમાં સોશિયલ મિડીયા પર પોસ્ટ કરાયો હતો. જેમાં શાન સપેરાના રોલમાં જોવા મળ્યો છે અને વિષને પોતાના ઇશારા પર નચાવવા પ્રયાસ કરી રહ્યો છે. હવે શાનના એક સાથીદારનું રહસ્ય પણ ખુલશે.

(9:46 am IST)