ફિલ્મ જગત
News of Saturday, 13th August 2022

ન્‍યુડ ફોટો કેસમાં રણબીરને ૨૨મીએ હાજર થવા પોલીસના સમન્‍સ

ચેમ્‍બૂરમાં નોંધાયેલ કેસ સંદર્ભે પુછપરછ થશે

મુંબઈ,તા. ૧૩ : બોલીવૂડ એક્‍ટર રણવીર સિંહને ન્‍યૂડ ફોટો કેસમાં તા. ૨૨મી ઓગસ્‍ટે પૂછપરછ માટે હાજર થવા પોલીસે સમન્‍સ પાઠવ્‍યા છે. રણવીર સામે મુંબઈના ચેમ્‍બુર પોલીસ મથકે નોંધાયેલા ગુનાના સંદર્ભમાં તેને આ સમન્‍સ અપાયા છે.

મુંબઈ પોલીસની એક ટીમ વરલી ખાતે આવેલાં રણવીરના નિવાસસ્‍થાને હાથોહાથ નોટિસની બજવણી કરવા ગઈ હતી. જોકે, રણવીર મુંબઈમાં હાજર નહીં હોવાથી તેને બજવણી થઈ શકી ન હતી.

રણવીરે એક અમેરિકી મેગેઝિન માટે ન્‍યૂડ ફોટો શૂટ કરાવ્‍યું હતું. તેણે આ ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર શેર પણ કર્યા હતા.

મુંબઈની એક એનજીઓએ રણવીરના આ ફોટાઓથી મહિલાઓની લાગણી દૂભાઈ હોવાનું જણાવી અરજી આપી હતી. તેના આધારે પોલીસે આઈપીસી ઉપરાંત આઈટી એક્‍ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. રણવીર સામે અશ્‍લીલ સામગ્રીના વેચાણ અને પ્રસાર તથા વિજાણુ માધ્‍યમો દ્વારા તેનાં પ્રસરણને લગતી કલમો લગાડવામાં આવી છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રના મહિલા પંચ દ્વારા પણ રણવીરને નોટિસ અપાઈ છે.

(10:24 am IST)