બિગ બૉસ 12’ શૉનો પ્રોમો આવ્યો સામે
મુંબઈ: સલમાન ખાનનાં ‘બિગ બૉસ 12’ શૉનો પ્રોમો રિલીઝ થઇ ગયો છે. પ્રોમોમાં સલમાન ખાન ક્લાસમાં જુડવા બેનો, સાસુ-વહૂ, ઇલેક્ટ્રિશિયન, રૈપર અને કેટલાક અન્ય લોકોની હાજરી લેતો જોવા મળી રહ્યો છે. પ્રોમોને કલર્સ ચેનલનાં CEO રાજ નાયકે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. પ્રોમોને શેર કરતા તેમણે લખ્યું, ‘હવે લોકોનો ઇન્તજાર પૂર્ણ. સલમાન ખાન ફરી આવી ગયો છે.’પ્રોમોને જોઇને લાગે છે કે બિગ બૉસ હાઉસ આ વખતે એક ક્લાસ રૂમ જેવો જોવા મળશે જેમાં ઘણા મસ્તીખોર બાળકો હશે અને તેનો હેડ માસ્ટર સલમાન ખાન હશે. આ વખતે શૉનું ફૉર્મેટ સંપૂર્ણ રીતે બદલાયેલું હશે. પ્રોમોમાં સલમાન ખાન કહી રહ્યો છે કે, “આ વખતે બદલાઇ જશે ગેમની ABCD, જ્યારે આવશે વિચિત્ર જોડી. બિગ બૉસ સીઝન 12 મારી સાથે આવી રહ્યું છે.” દર વખતની જેમ આ વખતે પણ શૉ એક અલગ થીમમાં જોવા મળશે. ગયા વર્ષે શૉની થીમ પડોસી અને ઘરવાળા હતી જ્યારે આ વખતે જોડીઓ પર આધારિત હશે.