ફિલ્મ જગત
News of Tuesday, 13th July 2021

એ મુંજવણ ગજબની હતીઃ આલિયા

અભિનેત્રી આલિયા ભટ્ટ તેની ત્રણ ફિલ્મો બ્રહ્માસ્ત્ર, આરઆરઆર અને ગંગુબાઇ કાઠીયાવાડીને કારણે ચર્ચામાં છે. તેના અભિનયને સોૈ કોઇ પારખી ગયા છે. હવે તે નિર્માત્રી પણ બની ચુકી છે. પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મ 'ડાર્લિંગ્સ' બની રહી છે. આ ફિલ્મના સેટ પર પહેલી જ વખત પહોંચીને આલિયા મુંજાઇ ગઇ હતી.આ ફિલ્મમાં તે પોતે અભિનય પણ કરી રહી છે. તેની સાથે શાહરૂખ ખાન પણ સહનિર્માતા છે.  આલિયા સાથે શેફાલી શાહ, રોશન મેથ્યુ અને વિજય વર્મા મુખ્ય ભુમિકામાં છે. આલિયાએ મેકઅપ-રૂમનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુકીને લખ્યું હતું કે 'ફિલ્મ 'ડાર્લિંંગ્સ'નો પહેલો દિવસ. આ મારી પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મ છે, પરંતુ હું પહેલાં તો એક એકટર છું અને હંમેશાં રહીશ. ખબર નથી આ શું છે. ફિલ્મના શૂટિંગની આગલી રાતે જ મારા આખા શરીરમાં એક ગજબની મુંજવણ થઇ રહી હતી. આખી રાત હું એવાં સપના જોતી હતી કે ક્યાંક હું લાઇન્સ ભૂલી ન જાઉં. સાથે જ સેટ પર મોડી પહોંચીશ એ ડરને કારણે હું ૧૫ મિનિટ પહેલાં સેટ પર પહોંચી ગઇ હતી.

(10:09 am IST)