ફિલ્મ જગત
News of Friday, 13th July 2018

રણવીર સિંહ સાથે કામ કરવા માંગતો નથી સલમાન ખાન

મુંબઇ: સલમાન ખાન જેનાથી એક વખત નફરત કરવા લાગે પછી જલદી તેને માફ કરતો હોતો નથી. અર્જુન કપૂર, રણબીર કપૂર અને હવે રણવીર સિંહથી પણ સલમાન નારાજ છે. તે રણવીર સિંહ સાથે કામ કરવા રાજી થતો નથી. કહેવાય છે કે, ફિલ્મ 'સુલતાન જોતી વખતે રણવીર સિંહે ખુરશીમાંથી ઊભા થઇ ડાન્સકરવા લાગ્યો હતો. સલમાનને આ વાતની જાણ થતાં જ તેને માઠું લાગી ગયું હતું. તેણે કહ્યું હતુ ંકે, હું ત્યાં હાજર હોત તો મેં તેના માથામાં ખુરશી મારી હોત. બસ આ કિસ્સાને કારણે સલમાને હજી પણ રણવીરને માફ કર્યો નથી. સલમાન એક વખત કોઇની સાથે કામ કરવાનો ઇનકાર કરે પછી કોઇ નિર્માતા-દિગ્દર્શક તેને મનાવી શકતો નથી. મનમાં એક વાત લઇને બેસેલા સલમાનનો ઈરાદો કોઈ ફેરવી શકતું નથી.કહેવાય છે કે આ જ કારણે આદિત્ય ચોપરા ધૂમ ૪ ની સ્ટારકાસ્ટ નક્કી કરી શકતા નથી. તેને પોતાની ફિલ્મમાં સલમાન અને રણવીર બન્ને કામ કરે તેવી ઇચ્છા છે. જોકે એક વાત એવી પણ છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ હજી તૈયાર નથી. વિજય કૃષ્ણ આચાર્ય 'ઠગ ઓ ફ હિંદુસ્તાન ફિલ્મ પુરી કરશે પછી જ 'ધૂમ ૪ ની સ્ક્રિપ્ટ પર કામ શરૃ કરશે.

 

 

(2:48 pm IST)