ફિલ્મ જગત
News of Friday, 13th July 2018

બોલીવુડમાં એવી એક્ટિંગ કરવી છે જે કોઇએ કરી ના હોય: વરુણ ધવન

મુંબઈ :ફિલ્મ અભિનેતા વરુણ ધવન હાલમાં ‘સૂઈ ધાગા' અને ‘કલંક'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેને થોડો સમય મળતાં તેણે સોમવારે રાતે તેના ચાહકો સાથે ટ્વિટર પર વાતચીત કરી હતી. કરિઅરની શરૂઆત કરી હતી ત્યારે શું વિચાર્યું હતું તેના જવાબમાં વરુણે કહ્યું કે ‘મારે ફક્ત ઍક્ટિંગ કરવી હતી. મારે એવી ઍક્ટિંગ કરવી છે જે કોઈએ ન કરી હોય. મારે એવી ફિલ્મો કરવી છે જેમાં અત્યાર સુધી કોઈએ કામ ન કર્યું હોય.'

(12:14 pm IST)