ફિલ્મ જગત
News of Friday, 13th July 2018

રોમાન્ટીક થ્રિલરમાં આવી રહ્યો છે શરમન જોષી

શરમન જોષી હવે 'કાશી-ઇન સર્ચ ઓફ ગંગા' નામની રોમાન્ટીક થ્રિલર ફિલ્મ કરી રહ્યો છે. કાશી એટલે કે વારાણસી હિન્દી ફિલ્મકારોને હમેંશા આકર્ષતુ રહ્યું છે. આ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક નગરીની પૃષ્ઠભૂમિ પર અનેક ફિલ્મો બની ગઇ છે. જેના જોનર અલગ-અલગ હતાં. ફિલ્મકારોએ પોતપોતાની રીતે કાશીને પરદા પર દેખાડ્યું છે. ફરી એક વખત કાશી-ઇન સર્ચ ઓફ ગંગા નામની ફિલ્મ બની રહી છે. જેમાં શરમન જોષી મુખ્ય રોલમાં છે. ઐશ્વર્યા દિવાન નામની અભિનેત્રી આ ફિલ્મથી બોલીવૂડની કારકિર્દી શરૂ કરી રહી છે. તે દેવિના નામનું પાત્ર ભજવી રહી છે. તે હાઇપ્રોફાઇલ જર્નાલિસ્ટ છે. ફિલ્મની કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે કાશીની બહેન ગંગા ગૂમ થઇ જાય છે. કાશી અને દેવીના સાથે મળી ગંગાને શોધવા નીકળે છે. કાશીનો રોલ શરમનને મળ્યો છે. ૨૧મી સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થશે.

 

(9:43 am IST)