ફિલ્મ જગત
News of Friday, 13th July 2018

હું પણ દર્શકોના દિલમાં સ્થાન મેળવીશઃ જ્હાન્વી

ધડક ફિલ્મથી બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરવા જઇ રહેલી શ્રીદેવી અને બોની કપૂરની દિકરી જ્હાન્વી કહે છે કે હું પણ મારી મા શ્રીદેવીની જેમ દર્શકોના દિલમાં સ્થાન બનાવવા ઇચ્છુ છું. માતાના નિધનના કેટલાક મહિના પછી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી રહેલી જ્હાન્વી કહે છે મને એમના વારસાનો અંદાજો છે, પણ હું આ બાબતથી ડરતી નથી. મને ખબર છે કે માતાને લોકો તરફથી ભરપુર સ્નેહ અને સરાહના મળ્યા હતાં. હું આ કારણે ખુબ કૃતજ્ઞતા અનુભવુ છું. હું તેની  જેમ જ ચાહકોના દિલમાં સ્થાન જમાવીશ.    પણ આ માટે મારે ખુબ જ મહેનત કરવી પડશે તે મને ખબર છે. હું દર્શકો પ્રત્યેની મારી જવાબદારી સમજુ છું અને તેને ચોક્કસપણે નિભાવીશ. હું પણ માતા જેવી બની શકીશ તેવી આશા છે.

(9:42 am IST)