ઇન્દૂ કી જવાની...ખુબ જ આકર્ષક અને રમુજી ટાઇટલ છેઃ કિયારા
અભિનેત્રી કિયારા અડવાણી યુથ કોમેડી ફિલ્મ 'ઇન્દૂ કી જવાની'માં મુખ્ય લિડ રોલ નિભાવી રહી છે. આ ફિલ્મની કહાની કિયારાના પાત્રની આસપાસ ઘુમતી રહે છે. ઇન્દૂ કી જવાની માટે કિયારા ખુબ જ ઉત્સાહિત છે. કારણ કે આ ફિલ્મની કહાનીના કેન્દ્રમાં તેનું મુખ્ય પાત્ર છે. ફિલ્મના નામ બાબતે કંગના રનોૈતની બહેન રંગોલી ચંદેલે સોશિયલ મિડીયા પર નારાજગી દર્શાવી હતી. તેણે લખ્યું હતું કે કોઇ ફિલ્મનું નામ ઇન્દૂ કી જવાની કઇ રીતે હોઇ શકે? એક તરફ મહિલાઓના પાવરની વાત કરીએ અને બીજી તરફ તેને એક રમકડાની જેમ કઇ રીતે રજૂ કરી શકાય? આના જવાબમાં કિયારાએ લખ્યું છે કે મને નથી લાગતું કે આ ફિલ્મ થકી અમે કોઇ ખોટી બાબતનું સમર્થન કરીએ છીએ. સ્ટોરી જાણવા માટે પહેલા ફિલ્મ જોવી જરૂરી છે. આ માત્ર ટાઇટલ છે, જે આકર્ષક અને રમુજી છે. ફિલ્મનું નિર્દેશન અબીર સેનગુપ્તા કરી રહ્યા છે. નિખીલ અડવાણી સહનિર્માતા છે.