ફિલ્મ જગત
News of Wednesday, 13th June 2018

રેસ-3માં શાહરુખ ખાન કેમિયો કરશે

મુંબઇ: રમેશ તૌરાની અને સલમાન ખાનના સહનિર્માણ જેવી ફિલ્મ રેસ થ્રીમાં બે ટોચના ખાન સલમાન અને શાહરુખ ખાન બોક્સિંગ રીંગમાં ડાન્સ કરતાં જોવા મળશે એવી માહિતી મળી હતી. અગાઉ સલમાને શાહરુખની આનંદ એલ રાય દ્વારા બનાવાયેલી ઝીરોમાં કેમિયો રોલ કર્યો હતો. હવે મળતી માહિતી મુજબ શાહરુખ ખાન રેસ થ્રીમાં એક કેમિયો કરી રહ્યો છે. આમ તો રેસ થ્રી મલ્ટિસ્ટાર ફિલ્મ બની છે જેમાં સલમાન ખાન ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ, સકીબ સલીમ, જેક્લીન ફરનાન્ડિસ, ડેઝી શાહ વગેરે ચમકી રહ્યાં છેહવે વધારાના આકર્ષણ રૃપે શાહરુખ ખાનનો કેમિયો હશે એવી જાણકારી મળી હતી. બંને ખાન દોસ્તો બોક્સિંગ રીંગમાં ડાન્સ કરીગ કરી રહ્યા હોય એવું દ્રશ્ય પણ હોઇ શકે. હજુ શાહરુખના રોલ વિશે કોઇ સ્પષ્ટતા થઇ નથી.

(4:05 pm IST)