ફિલ્મ જગત
News of Wednesday, 13th June 2018

ફિલ્મ રેસ 3 રિલીઝ વેળાએ રજૂ કરાશે લવરાત્રિનું ટીઝર

મુંબઈ :અભિનેતા સલમાન ખાન અને જૈકલિન ફર્નાડિસ સ્ટારિંગ એક્શન થ્રિલર ફિલ્મ રેસ 3 આ સપ્તાહે ઈદના અવરસે રિલીઝ થવાની છે. રેસ 3ની રિલીઝ દરમિયાન અભિનેતા આયુષ શર્મા સ્ટારિંગ ફિલ્મ લવરાત્રિનું ટીઝર રિલીઝ કરવામાં આવશે. સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી લવરાત્રિની સાથે આયુષ શર્મા અને વારિના હુસૈન બોલીવુડમાં પોતાની નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યાં છે.

(1:23 pm IST)