ટીવી પરદેથી ફિલ્મી પરદે પહોંચી આકાંક્ષા અવસ્થી
ટીવી અભિનેત્રી આકાંક્ષા અવસ્થી પણ ફિલ્મી પરદે આવી રહી છે. ટીવી શો ઉતરન, રાજા કી આયેગી બારાત, ખેલ કિસ્મત કા સહિતના શો કરી ચુકેલી અકાંક્ષા ભોજપુરી ફિલ્મ 'દબંગ સરકાર' થકી મોટા પરદે આવશે. આ ફિલ્મમાં ખેસારીલાલ યાદવની મુખ્ય ભૂમિકા છે. આકાંક્ષાએ કહ્યું હતું કે તેને દબંગ સરકાર ફિલ્મમાં શિક્ષીકાનો રોલ મળ્યો છે, જે ગરીબ બાળકોને ભણાવે છે. આ ફિલ્મના હીરો ખેસારીલાલ સાથે કામ કરવામાં પહેલા તો ડર લાગ્યો હતો, પણ શુટીંગ શરૂ થતાં તેની સાથે કામ કરવાની મજા આવી હતી. તેણે આ ફિલ્મ માટે પોતાનું વજન ઘણુ ઉતાર્યુ છે. ફિલ્મમાં ડાયલોગ, સંગીત, એકશન પર ખુબ મહેનત કરવામાં આવી છે. આ ખુબ સારી ફિલ્મ બની છે. હું દસ વર્ષથી ટીવી પરદે કામ કરી રહી છું, મજાક-મજાકમાં આ ભોજપુરી ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું અને સિલેકટ થઇ ગઇ હતી.