ફિલ્મ જગત
News of Wednesday, 13th June 2018

૧૫મી ઓગષ્ટથી હસાવશે ધર્મેન્દ્ર-સની-બોબી

હવેના સમયમાં નવી ફિલ્મ રિલીઝ કરવા માટે યોગ્ય તારીખ શોધવી એ કામ ફિલ્મ બનાવવા કરતાં પણ વધુ મુશ્કેલ થઇ ગયું છે. મોટા તહેવારો તો મોટા મોટા સ્ટાર પહેલેથી જ પોતાના નામે કરીને બેઠા હોય છે. આ કારણે અનેક નિર્માતાઓને તારીખ માટે હેરાન થવું પડે છે. સની દેઓલને પણ આવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેની એક ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. તેની ફિલ્મ પંદરમી ઓગષ્ટ આસપાસ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ના છે-યમલા પગાલ દિવાના ફિર સે. ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલની આ ફિલ્મ યમલા પગલા દિવાના સિરીઝની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મ પહેલા એપ્રિલમાં, બાદમાં જુનમાં અને છેલ્લે જુલાઇમાં રિલીઝ થશે તેવું નક્કી થયું હતું. પણ હવે તારીખ ૧૫ ઓગષ્ટ નક્કી થઇ ગઇ છે. એ દિવસે રજનીકાંત અને અક્ષય કુમારની ૨.૦ આવવાની હતી. પણ હવે એ ફિલ્મ ૨૦૧૯માં આવશે. જો કે અક્ષયની ગોલ્ડ ૧૫મી ઓગષ્ટે જ રિલીઝ થશે. સની અને અક્ષય વચ્ચે દિલચશ્પ મુકાબલો થશે.

(9:58 am IST)