ફિલ્મ જગત
News of Thursday, 13th May 2021

પોલીસ ઓફિસર બન્યો તનુજ

અભિનેતા તનુજ વિરવાનીની ડિજીટલ પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર કવીકસ પર નવી વેબ સિરીઝ મર્ડર મેરી જાન રિલીઝ થઇ ચુકી છે. આ સિરીઝમાં તનુજ વિરવાની પહેલી જ વખત પોલીસ ઓફિસરનો રોલ નિભાવી રહ્યો છે. સિરીઝમાં સસ્પેન્સ, થ્રિલર સાથે કોમેડી અને રોમાન્સનો ડોઝ પણ છે. તનુજે કહ્યું હતું કે સિરીઝનું નામ મર્ડર મેરી જાન એ માટે છે કે હું મારી પત્નિ કે જે મારી જાન છે તેને મારવાના પ્રયાસો કરતો રહુ છું. મારું પાત્ર પોલીસ ઓફિસરનું છે અને મારા લગ્ન એક લૂટેરી દૂલ્હન સાથે થઇ ગયા હોય છે. પરંતુ હું ઇચ્છવા છતાં મારી જાનનું મર્ડર નથી કરી શકતો.વેબ સિરીઝના દરેક એપિસોડ દસ થી બાર મિનીટના છે. કુલ વીસ એપિસોડ છે. દર ચાર એપિસોડ પછી મર્ડર મિસ્ટ્રી સોલ્વ થઇ જાય છે, પછી નવી મર્ડર મિસ્ટ્રી આવે છે. કુલ ચાર કેસનો ઉકેલ લાવવામાં આવે છે. સિરીઝનું શુટીંગ ભોપાલમાં કરવામાં આવ્યું છે. પાંત્રીસ દિવસમાં જ અમે આ શુટીંગ ખતમ કરી લીધું હતું. ઇશ્વરની કૃપાથી શુટીંગ વખતે કોઇને કોવિડ થયું નહોતું.

(10:18 am IST)