ફિલ્મ જગત
News of Thursday, 13th May 2021

તેર વર્ષ પછી હું સુરક્ષીત થયો છું: ગૌતમ ગુલાટી

તેર વર્ષથી ટીવી પરદે અલગ અલગ શોમાં કામ કરી ઘર ઘરમાં જાણીતો બનેલો ગોૈતમ ગુલાટી વધુ એક વખત ફિલ્મી પરદે પહોંચ્યો છે. હાલમાં જ રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ રાધે-યો મોસ્ટ વોન્ટેડ ભાઇમાં ગોૈતમને એક ગેંગસ્ટરનો રોલ મળ્યો છે. ચાહકોને તેનો આ રોલ ખુબ પસંદ આવ્યો છે. કહાની હમારી મહોબ્બત કીથી ૨૦૦૮માં ટીવી પરદે આવેલા ગોૈતમે કસમ સે, તુજ સંગ પ્રિત લગાઇ સજના, સીઆઇડી, નચ બલીયે, દિયા ઓૈર બાતી હમ, બિગ બોસ,  કૈસી યે યારીયા સહિતના શો કર્યા હતાં. બે વર્ષ પહેલા ઓપરેશન કોબરા નામની વેબ સિરીઝમાં પણ દેખાયો હતો. ગોૈતમે અગાઉ પણ ડરપોક, અઝહર, બહેન હોગી તેરી, વર્જિન ભાનુપ્રિયા સહિતની ફિલ્મો કરી છે. ચંદીગઢ કરે આશિકીમાં પણ તે ખાસ રોલમાં છે. તે કહે છે તેર વર્ષની મહેનત પછી હવે હું મારી જાતને સુરક્ષીત સમજી રહ્યો છું. સલમાન ખાને મારા પર વિશ્વાસ મુકયો છે. અહિ બહારથી આવેલાને મદદ કરનારા છે, સલમાન ખાન છે.

(10:18 am IST)