ફિલ્મ જગત
News of Wednesday, 13th May 2020

કાસ્ટીંગ કાઉચ વિશે અદાએ કહ્યું-વિકલ્પ તમારી પાસે હોય છે

અભિનેત્રી અદા શર્માએ બોલીવૂડની ફિલ્મો કરવા ઉપરાંત સાઉથ ઇન્ડસ્ટ્રીની અનેક ફિલ્મો પણ કરી છે. કાસ્ટીંગ કાઉચ વિશેના એક સવાલમાં અદાએ કહ્યું હતું કે  બોલીવૂડના અનેક કલાકારો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટીંગ કાઉચના અનેક ડરામણા અનુભવો જણાવી ચુકયા છે. પણ મને એવું લાગે છે કે કાસ્ટીંગ કાઉચ જેવી કોઇ ચીજ ઉત્તર કે દક્ષિણ ઇન્ડસ્ટ્રીમાં અસ્તિત્વ ધરાવતી નથી. મને એવું લાગે છે કે આ એવી ચીજ છે જેના વિશે દુનિયાભરમાં વાતો થતી રહે છે. બોલીવૂડ ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી અદા શર્મા કહે છે કે તમારી પાસે હમેંશા વિકલ્પ રહેતો હોય છે. તમે તેના પર બેસી શકો છો, સુઇ શકો છો, ઉભા રહી શકો છો અથવા તો કાઉચ પર કંઇ કરતા નથી. અદા છેલ્લે બાયપાસ રોડ ફિલ્મમાં દેખાઇ હતી. હાલમાં તે મૈન ટુ મેન ફિલ્મ કરી રહી છે. કમાન્ડો સિરીઝમાં પણ અદાએ સારુ કામ કર્યુ હતું.

(10:21 am IST)