ફિલ્મ જગત
News of Monday, 13th May 2019

ભારત ફિલ્મમાં વૃદ્ધના લુક માટે સલમાન ખાનને મેકઅપમાં અઢી કલાકનો સમય લાગે છે

નવી દિલ્હી: ફિલ્મ 'ભારત'માં વૃદ્ધના લુકમાં દેખાવવા માટે સલમાન ખાનને મેકઅપમાં અઢી કલાક લાગી જાય છે. ફિલ્મ જૂનમાં ઇદ પર રિલીઝ થશે. નિર્દેશક અલી અબ્બાસ જફરે લુક વિશે કહેવામાં આવ્યું ' એક ખૂબ કઠીન પ્રક્રિયા છે, તેની પુરી પ્રક્રિયા માટે ખૂબ ધૈર્ય રાખવું પડે છે. સલમાન ખાનને વૃદ્ધના લુકમાં ઢાળવા માટે લગભગ અઢી કલાક લાગે છે. તેમને 20 અલગ-અલગ દાઢી અને મૂંછને અજમાવવામાં આવી હતી.

તેમણે કહ્યું કે સલમાનને જ્યારે સંક્ષિપ્ત રીતે જણાવ્યું કે લુક ફિલ્મમાં તેમના ચરિત્ર માટે ખૂબ મહત્વપૂર્ણ છે, ત્યારે સલમાને ખૂબ વખાણવા લાયક કામ કર્યું છે. ફિલ્મમાં સલમાન અને કેટરીના સાથે તબ્બૂ, જેકી શ્રોફ, દિશા પટણી, નોરા ફતેહી અને સુનીલ ગ્રોવર જેવા અનુભવી કલાકાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની આગામી ફિલ્મ 'ભારત'ને લઇને સલમાન ખાન ચર્ચમાં છે. ફિલ્મમાં તેમના અલગ-અલગ લુક્સની પ્રશંસા કરવામાં આવી રહ્યું છે. ટ્રેલરમાં દરેક પીરિયડને સારી રીતે દર્શાવવામાં આવ્યો છે.

સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'ભારત' સાઉથ કોરિયન ફિલ્મ 'ઓડ ટૂ માઇ ફાધર'નું હિન્દી રીમેક છે. ફિલ્મ 'ઓડ ટૂ માઇ ફાધર'માં 1950 થી માંડીને 2014 સુધીના સમયને એક આમ આદમીના દ્વષ્ટિકોણથી મોટા પડદે રજૂ કરવામાં આવ્યો હતો. ફિલ્મ 'ભારત'માં કંઇક એવું દર્શાવવામાં આવશે, જેમાં સલમાન ખાનના પાત્ર દ્વારા આઝાદીના બાદથી માંડીને અત્યાર સુધીના સમયને મોટા પડદે બતાવવામાં આવશે

(5:37 pm IST)