ફિલ્મ જગત
News of Monday, 13th May 2019

બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસ ડાન્સ-ડ્રેસ બાદ હવે સ્ટન્ટના કારણે ચર્ચામાં

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિસ સામાન્ય રીતે પોતાના ડાન્સ અને ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે પણ હાલમાં તે પોતાના સ્ટન્ટને પગલે ચર્ચામાં છે. જેકલિનનું આ રૂપ ચોંકાવનારું છે. પહેલી નજરે સાવ નાજુક દેખાતી જેકલિન પોતાના દમદાર અંદાજમાં જોવા મળે છે. જેકલિનના આ ખતરનાક સ્ટન્ટને હજી સુધી લાખો લોકો જોઈ રહ્યા છે. આ વીડિયો જેકલિને સોશિયલ મીડિયા વોલ પર શેયર કર્યો છે. આ વીડિયોમાં તે કમર પર દોરડું બાંધીને પહાડ પરથી ઉતરી રહી છે.

આ વીડિયોમાં સ્ટન્ટ કરતા પહેલાં જેકલિન એક્સપર્ટ પાસેથી ટિપ્સ લે છે અને ઉત્સાહથી હાથ પકડીને પહાડ ઉતરવાનું શરૂ કરી દે છે. જેકલિન બહુ કોન્ફિડન્સથી આ સ્ટન્ટ કરી બતાવે છે. આ વીડિયો 43 લાખ કરતા વધારે વાર જોવા મળ્યો છે.

 

(5:37 pm IST)