ફિલ્મ જગત
News of Monday, 13th May 2019

મને ટ્રોલર્સથી જરાપણ ફરક નથી પડતોઃ અનન્યા પાંડે

ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડેની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર-૨' રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મ માટે જ્યારથી અનન્યાની પસંદગી થઇ હતી ત્યારથી તે સતત ચર્ચામાં હતી. તેની સાથે તારા સુતારીયાએ પણ બોલીવૂડમાં અભિનય કારકિર્દી શરૂ કરી છે. અનન્યા કહે છે મને આલિયા ભટ્ટમાંથી ખુબ પ્રેરણા મળે છે. આલિયાએ સ્ટુડન્ટ ઓફ ધ યર થકી અભિનય શરૂ કર્યો ત્યારે અનન્યા પંદર વર્ષની હતી. અનન્યા કહે છે બોલીવૂડમાં પરિવારવાદ ચાલે છે એ બાબતે પોતાને ટ્રોલ કરવામાં આવે છે તેનાથી પોતાને કોઇ ફરક પડતો નથી. પોતે જાણે છે કે તેના પિતા કોણ છે અને તેણે અહિ સુધી પહોંચવા કેટલી મહેનત કરી છે. હું સ્કૂલમાં હતી ત્યારે પણ બધા મારી ખુબ મજાક ઉડાવતાં હતાં. મને હવે કોઇ ટ્રોલ કરે તો જરાપણ ફરક પડતો નથી.

 

(10:01 am IST)