ફિલ્મ જગત
News of Monday, 13th May 2019

ટીવી પરદેથી દૂર રહીને પણ ચર્ચામાં રહે છે જેનિફર વિંગેટ

ટીવી પરદેથી દૂર રહીને પણ જેનિફર વિંગેટ સતત ચર્ચામાં રહે છે. તે અવાર-નવાર હોટ અને બોલ્ડ તસ્વીરોથી સોશિયલ મિડીયા પર આગ લગાડતી રહે છે. તાજેતરમાં તેણે ફરી કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી જેને ચાહકોએ ખુબ પસંદ કરી છે. ઓરેન્જ કલરના ડ્રેસમાં જેનિફર ખુબ જ ખુબસૂરત અને બોલ્ડ દેખાઇ રહી છે. તેણે કાતિલ અંદાજ સાથે પોઝ આપ્યા છે. જેનિફરની લાઇફ સ્ટાઇલ ખુબ જ આકર્ષક છે. જેનિફરને અગાઉ પચાસથી વધુ સેકસી એશિયાઇ મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. તેણે ટીવી પર દિલ મિલ ગયે, સરસ્વતિચંદ્ર, બેહદ, બેપનાહ જેવા હિટ શો આપ્યા છે. બેહદ-૨ થકી તે ફરીથી ટીવી પરદે આવવાની તૈયારીમાં છે.

 

(10:00 am IST)