ફિલ્મ જગત
News of Tuesday, 13th April 2021

અભિનય તમને ધીરજ રાખતા પણ શીખવે છેઃ નિકીતા

અભિનેત્રી નિકીતા દત્તા જેની ખુબ આતુરતાથી રાહ જોઇ રહી હતી તે અભિષેક બચ્ચન સાથેની તેની ફિલ્મ ધ બીગ બૂલ રિલીઝ થઇ ચુકી છે. નિકીતાની ફિલ્મ રિલીઝ થઇ એ દિવસે જ તે કોરોનાથી સંક્રમિત થઇ હતી. ટીવી પરદે છ વર્ષ પહેલા લાઇફ ઓકે ચેનલના શો ડ્રીમ ગર્લ-એક લડકી દિવાની સી દ્વારા એન્ટ્રી કરી એ પહેલા નિકીતાએ ફિલ્મ લેકર હમ દિવાના દિલ કરી હતી. ડ્રીમ ગર્લ પછી તેણે  એક દૂજે કે વાસ્તે, હાસિલ અને આફત સહિતના શો કર્યા હતાં. ગોલ્ડ, કબીર સિંઘ અને મસ્કા જેવી ફિલ્મોમાં પણ તેના અભિનયની નોંધ લેવાઇ હતી. રોકેટ ગેંગ નામની ફિલ્મ પણ તે કરી રહી છે. આ ફિલ્મના શુટીંગ વખતે જ નિકીતા કોરોનાની જાળમાં આવી ગઇ હતી. તે કહે છે અભિનય તમને ધીરજ રાખતા પણ શીખવે છે. બોલીવૂડની અનેક હસ્તીઓ કોરોનાની ચપેટમાં આવી ગઇ તેમાં નિકીતા પણ સામેલ થઇ હતી. તેની માતા પણ કોરોનાની ચપેટમાં આવી ગઇ હતી. હવે તે સાજી થયા પછી ફરીથી ફિલ્મના શુટીંગમાં સામેલ થશે.

(10:19 am IST)