ફિલ્મ જગત
News of Wednesday, 13th March 2019

આલિયા ભટ્ટને લઈને બનાવશે ભંસાલી ફિલ્મ

મુંબઈ: ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં આલિયા ભટ્ટ જોવા મળે એવી શક્યતા છે. સલમાન ખાન અને શાહરુખ ખાન જેવા બોલિવૂડના સુપરસ્ટાર્સ લાંબા સમય બાદ એકબીજા સાથે ફિલ્મમાં સિલ્વર સ્ક્રીન શેર કરવાના છે. ફિલ્મ એક લવ સ્ટોરી પર આધારિત હશે. સલમાન ખાન સાથે શાહરુખ ખાન અને ત્યારબાદ હવે ફિલ્મ માટે પ્રિયંકા ચોપરા જોનાસ અને આલિયા ભટ્ટને અપ્રોચ કરાયા છે. સલમાન ખાને પ્રિયંકાના નામનો વિરોધ દર્શાવ્યો છે. તેથી ભણસાલી પ્રિયંકા સાથે ગંગુબાઈ નામની ફિલ્મ પર કામ કરવાના છે. તો ભણસાલીની મલ્ટિસ્ટારર ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલ નિભાવવાની છે.

(5:56 pm IST)