News of Tuesday, 13th March 2018
ઈરાની ફિલ્મ 'ડેવિલ્સ ડોટર'માં નજરે પડશે ઈશા ગુપ્તા
મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તાનું કહેવું છે કે પહેલી ઈરાની ફિલ્મ 'ડેવિલ્સ ડોટર'માં કામ કરવાનો અનુભવ ખુબ જ શાનદાર રહેશે. ઈશા ગુપ્તા ડેવિલ્સ ડૉટરમાં કામ કરવા જઈ રહી છે.એપ્રિલમાં આ પ્રોજેક્ટ પર ઈશા કામ કરવા જવાની છે. ફિલ્મની શૂટિંગ મળ આઇલેન્ડ ખાતે થવાની છે. તે ઘોરબન મોહમ્મ્દ પોર સાથે કામ કરવાની છે. જેને 'સલામ મુંબઈ' અને ડેલે બિઘરાર જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.
ઘોરબન સાથે કામ કરવાને લઈને ઈશાએ કહ્યું કે તેમની સાથે કામ કરવાને લઈને હું સન્માન જેવી લાગણી અનુભવી રહી છું. હું પહેલાથી જ તેમની ફિલ્મોની પ્રશંશક રહી છું.અને હવે મને તેમની ફિલ્મમાં કામ કરવાની તક મળી છે.
(3:50 pm IST)