ફિલ્મ જગત
News of Tuesday, 13th March 2018

જન્મદિવસ વિશેષ: આ ખૂબસૂરત એક્ટ્રેસના પિતા આતંકવાદીઓ સાથે લડતા થઇ ગયા હતા શહીદ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી નિમરત કૌર આજે પોતાનો 36મોં જન્મદિવસ ઉજવી રહી છે. 13 માર્ચ 1982ના રાજસ્થાનના પિલાની ખાતે નિમરતનો જન્મ થયો હતો. નિમરતના પિતા એક ભારતીય સેનાએ અધિકારી હતા. જેમનું મુત્યુ આતંકવાદી સાથે લગતા શહીદ થઇ ગયા હતા. તેની મોટી બહેન જે બેંગ્લોર કર્ણાટકમાં એક મનોવૈજ્ઞાનિક છે. નિમરતે સ્કૂલની શિક્ષા યાદવિંદ્ર પબ્લિક સ્કૂલમાં થઇ છે. પિતાના અવશાન પછી પરિવાર નોઈડામાં આવી ગયો હતો. આગળની શિક્ષા દિલ્હી પબ્લિક સ્કૂલમાં થઇ હતી.સ્કૂલની શિક્ષા પુરી થયા પછી નિમરતે શ્રીરામ  કોલેજ યુનિવર્સિટીમાં એડમિશન લીધું અને થિયેટર કરવાનું પણ શરૂ કરી દીધું હતું. અભ્યાસ પૂરો કર્યા પછી નિમરત મુંબઈ આવી અને અહીંયા તેને નાટકમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. થોડા સમય પછી તેને મ્યુજિક વિડીઓમાં કામ કરવાનું શરૂ કર્યું। નિમરતે બોલીવુડમાં  ડેબ્યુ ફિલ્મ  'પેડલર'થી કર્યું હતું. ત્યાર પછી તો નિમરતની કિસ્મત ચમકી અને એક પછી એક સારા એવા કામ તેને મળવા લાગ્યા હતા.નિમરતે ઈરફાન ખાન સાથે 'લંચબોક્સ' અને અક્ષય કુમાર સાથે 'એરલિફ્ટ'માં કામ કરીને અભિનયની નવી છાપ દર્શકોના મન પર મૂકીને પોટલું આગવું સ્થાન બોલીવુડમાં મેળવ્યું છે. કહેવાય છે નિમરતે ફિલ્મોમાં આવતા પહેલા તેને 27થી 30 જેલતી ફિલ્મો રિજેક્ટ કરી હતી કેમ કે તેન સારી ફિલ્મો કરવા માંગતી હતી.

(3:48 pm IST)