ફિલ્મ જગત
News of Tuesday, 13th March 2018

આ બૉલીવુડ એક્ટરને ડેટ કરી રહી છે નેહા કક્ક્ડ

મુંબઈ: બોલીવુડની હિટ સાંગ મશીન નેહા કક્ક્ડ એક વાર ફરી ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વખતે તેની ચર્ચામાં રહેવાનું કારણ કંઈક અલગ છે હા આવખતે નેહાના રિલેશન વિષે થયેલ ખુલાસાની ચર્ચા થઇ રહી છે. મળતી માહિતી મુજબ નેહા કક્ક્ડ બૉલીવુડ એક્ટર હિમાંશુ કોહલીને ડેટ કરી રહી છે. નેહાએ પોતાના ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ પર હિમાંશુ સાથેનો ફોટો શેયર કર્યો છે. કિસ ડેના દિવસે ગાલ પર કિસ કરતો ફોટો શેયર કર્યો હતો. તે ઉપરાંત ટેડી ડેના દિવસ  પણ બન્ને સાથે હોવાનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. હિમનશુન બર્થડે પર પણ નેહાએ સોશિયલ મીડિયા પર તેને વિષ કર્યું હતું. તો બીજી તરફ હિમાંશુએ પણ સોશિયલ મીડિયા પર પણ તેના બર્થડે સેલિબ્રેશન વિષે લખ્યું કે મને યાદ નથી મેં ક્યારે એટલું એન્જોય કર્યું હશે.આ છોકરી કોઈને પણ પાગલ કરી દે તેવી છે. આ બન્નેની મુલાકાત એક મ્યુજિક વિડિઓ શૂટમાં થઇ હતી.

(3:44 pm IST)