હું અજયનું અને અજય મારું સન્માન કરે છેઃ ઇલિયાના
અજય દેવગણ ઓૈર ઇલિયાના ડિક્રુઝએ બાદશાહોમાં કામ કર્યા પછી હવે રેઇડમાં ફરી સાથે આવી રહ્યા છે. અજય દેવગણે ફિલ્મના નિર્માતાને આ ફિલ્મમાં હિરોઇન તરીકે ઇલિયાનાને લેવાની વાત કરી હતી. આ બાબતે ઇલિયાનાને પુછવામાં આવતાં તેણે કહ્યું હતું કે નિર્દેશક રાજકુમાર ગુપ્તાને મારા નામની ભલામણ અજયએ જ કરી હતી. પણ આનો એ મતલબ નથી કે અજય તેની દરેક આગામી ફિલ્મમાં મને જ હિરોઇન તરીકે લેશે. ટોટલ ધમાલ પણ અજયની ફિલ્મ છે, એ માટે મારી સાથે વાત પણ નથી થઇ. હું અજયનું સન્માન કરુ છું અને એ મારુ સન્માન કરે છે. હું અફવાઓથી દૂર રહેવા ઇચ્છુ છું. અજય સાથે ફરીથી કામ કરીને ઇલિયાના ઉત્સાહિત છે. તે કહે છે અજય સાથે ફિલ્મનું શુટીંગ કરવું એ ખુબ સરળ કામ છે. તેની સાથે કામ કરતી વખતે એવું નથી લાગતું કે તે સુપરસ્ટાર છે.