ફિલ્મ જગત
News of Tuesday, 13th March 2018

નેહા શર્માની બહેન આયેશાનું પણ બોલીવૂડમાં આગમન

જોન અબ્રાહમ એકશન ફિલ્મો માટે જાણીતો છે. તેના ચાહકો માટે એક સારા સમાચાર છે. હવે જોન એક થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. મિલાપ ઝવેરી આ ફિલ્મનું નિર્દેશન કરશે. ફિલ્મની કહાની પણ તેણે લખી છે. નિર્માતા નિખીલ અડવાણી અને ભુષણ કુમારની આ ફિલ્મ ફલોર પર આવી ગઇ છે. જોને ટ્વિટર પર ફોટો પોસ્ટ કરીને લખ્યું કતું કે ડાયલોગબાજી અને એકશન માટે તૈયાર છું. આ ફિલ્મ થકી જોનને નવી હિરોઇન મળી છે. આયેશા શર્મા જોન સાથે મુખ્ય ભૂમિકા નિભાવશે. આયેશા તુમ બિન-૨ની હિરોઇન નેહા શર્માની નાની બહેન છે. આયેશા અગાઉ મોડેલિંગ કરી ચુકી છે. અઢારમી માર્ચથી ફિલ્મનું શુટીંગ શરૂ થશે. એ પહેલા કલાકારો વર્કશોપમાં ભાગ લઇ રહ્યા છે. 'એમએસજે' નામની આ ફિલ્મમાં મનોજ બાજપેઇ પણ મહત્વના રોલમાં છે.

(10:09 am IST)