ફિલ્મ જગત
News of Wednesday, 13th February 2019

બોની કપૂર ઇજિપ્શિયન ફિલ્મની બનાવશે હિન્દી રીમેક

મુંબઇ:  મોખરાના ફિલ્મ સર્જક બોની કપૂર ઇજિપ્શિયન ફિલ્મ સૃષ્ટિના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હેપ્તાઃ લાસ્ટ લેક્ચરના રાઇટ્સ ખરીદી લીધા હતા અને એના પરથી હિન્દી ફિલ્મ બનાવશે. મુહમ્મદ સાદિકે લખેલી ટાઇટલ ધરાવતી નવલકથા પણ બેસ્ટ સેલર સાબિત થઇ હતી અને એના પરથી ઇજિપ્શિયન ભાષામાં બનેલી ફિલ્મે આવકના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.હવે બોની કપૂર ફિલ્મ પરથી હિન્દીમાં ફિલ્મ બનાવવા થનગની રહ્યા હોવાની માહિતી મળી હતી. તેમણે ઓરિજિનલ ઇજિપ્શિયન ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા હતા.ફિલ્મની કથા પ્રેમના વિવિવ તબક્કાને આવરી લેતી વાત રજૂ કરે છે. ઉપરાંત બોની કપૂરે હિટ તમિળ ફિલ્મ એકે ૫૯ પરથી હિન્દી રિમેક બનાવવાનો નિર્ણય પણ જાહેર કર્યો હતો. ઓરિજિનલમાં તમિળ સુપર સ્ટાર અજિત ચમક્યો હતો.

(6:25 pm IST)