ફિલ્મમાં વ્યસ્ત હીના ખાન છોડી દેશે ટીવી શો
એકતા કપૂરના ટીવી શો 'કસોટી જિંદગી કી-૨' ચાહકોમાં લોકપ્રિય બન્યો છે. આ શોમાં હીના ખાન કોમોલિકાનો રોલ નિભાવી રહી છે. લોકોએ તેને આ નેગેટીવ રોલમાં પણ પસંદ કરી છે. જો કે હીના ખાન આવતા મહિનાથી આ શોમાં જોવા મળવાની નથી. શોમાં પાર્થ સમથાન અને એરિકા ફર્નાન્ડિઝ મુખ્ય ભૂમિકામાં છે. હીના આ શો છોડી રહ્યાની વાતને સમર્થન આપતા કહે છે કે માર્ચ પછી હું શોમાં જોવા મળવાની નથી. કેટલાક લોકોએ એવી વાત ફેલાવી હતી કે હું મારા ટ્રેકથી નાખુશ થઇને શો છોડી રહી છું. પણ એ સાચુ નથી. હકિકતે હું ફિલ્મોના કામમાં વ્યસ્તતાને કારણે શો છોડવા મજબુર થઇ છું. હીનાએ એમ પણ કહ્યું હતું કે જો પરિસ્થિતિ ઉભી થશે તો આ શો સાથે ફરીથી પણ જોડાઇ શકે છે. હાલમાંહીના ૯૦ના દસકની ફિલ્મમાંકામ કરી રહી છે. આ ફિલ્મની કહાની કાશ્મીરમાં સેટ કરવામાં આવી છે. ફરીદા ઝલાલ તેના દાદીના રોલમાં છે.