ફિલ્મ જગત
News of Tuesday, 13th February 2018

અજય દેવગનની ફિલ્મ 'રેડ'નું પહેલું ગીત 'સાનુ એક પલ ચેન ના આવે' મચાવી સોશિયલ મીડિયા પર ધમાલ

મુંબઈ: અભિનેતા અજય દેવગણ અને અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝની ફિલ્મ 'રેડ'નું પહેલું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે ગીત રિલીઝ થયાને અમુક કલાકોમાં યુ ટ્યુબ પર 3 લાખ અને 75 હજાર લોકોએ જોયું છે. ગીતના શબ્દો છે 'સાનુ એક પલ ચેન ના આવે સજન તેરે બીના'આમ તો ગીત 1997માં રિલીઝ થયેલ અનિલ કપૂરની ફિલ્મ 'જુદાઈ'માં  લોકોએ સાંભળ્યું હશે.પરંતુ ફિલ્મમાં ગીત પંજાબીમાં ગવામાં આવ્યું છે. ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર 6 ફેબ્રુઆરીના રિલીઝ થયું હતું.

(5:01 pm IST)