News of Tuesday, 13th February 2018
આર. બાલ્કી નિર્દેશિત બાયોપિકમાં નજરે પડશે કંગના રનૌત અને અમિતાભ બચ્ચન
મુંબઇ: અમિતાભ બચ્ચન એક બોયોપિક ફિલ્મમાં નજરે ચડશે. આર. બાલ્કી વોલીબોલ પ્લેયર અને માઉન્ટ એવરેસ્ટ ચડનારી પ્રથમ દિવ્ગ મહિલા અરુણિમા સિંહાની બાયોપિક બનાવાનો છે. જેમાં અરુણિમાનું પાત્ર કંગના અને તેના કોચની ભૂમિકા અમિતાભ બચચ્ચન ભજવશે.અમિતાભ બચ્ચન આર. બાલ્કીનો હંમેશાથી ફેવરિટ રહ્યો છે. તેની દરેક ફિલ્મમાં તે બિગ બીને નાની-મોટી ભૂમિકામાં ગોઠવી દે છે. અરુણિમા સિંહા ભારતીય વોલીબોલ પ્લેયર છે.
૨૦૧૧ના એક ટ્રેન અકસ્માતમાં તેણે એક પગ ગુમાવી દીધો છે. દિવ્યાંગ હોવા છતાં તેણે માઉન્ટ એવરેસ્ટ ચઢીને ભારતનું નામ રોશન કર્યું છે. અમિતાભ અને કંગના રૃપેરી પડદે પ્રથમ વખત સાથે દેખાશે પરંતુ ેક વિજ્ઞાાપનમાં તેઓ સાથે દેખાઇ રહ્યા છે.
(5:00 pm IST)