ફિલ્મ જગત
News of Tuesday, 13th February 2018

ઇમ્તિયાઝ અલી સાથેની આગામી ફિલ્મ જબ વી મેટની સીકવલ નથીઃ શાહિદ કપૂર

શાહિદ કપુરનું કહેવું છે કે ઇમ્તિયાઝ અલી સાથેની મારી આગામી ફિલ્મ 'જબ વી મેટ'ની સીકવલ નથી. કરીના કપુર ખાન અને શાહિદની ર૦૦૭માં આવેલી 'જબ વી મેટ'ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. 'જબ વી મેટ સેજલ' બાદ ઇમ્તિયાઝ અલી શાહિદ કપૂરને મળ્યો હતો ત્યારથી તેમની 'જબ વી મેટ'ની સકવલ વિશેની ચર્ચા ચાલી રહી છે. આ વિશે પૂછતાં શાહિદે કહ્યું હતું કે 'આ ફિલ્મને 'જબ વી મેટ' સાથે કોઇ સંબંધ નથી અને એમાં હું દુખી પણ નથી દેખાવાનો, અમે એક નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છીએ. આપણે શું કામ હજી પણ ભૂતકાળમાં જીવીએ છીએ? 'જબ વી મેટ' પહેલેથી બની ચૂકી છે અને એથી જ આ ફિલ્મ એની સીકવલ નથી.'

(3:34 pm IST)