ફિલ્મ જગત
News of Tuesday, 13th February 2018

જોઇ લો સુઇ ધાગાનાં મૌજી અને મમતાને

અનુષ્ઠા શર્મા અને વરૂણ ધવનનો આ એકસકલુઝિવ ફોટો તેમની આગામી ફિલ્મ 'સુઇ ધાગાઃ મેડ ઇન ઇન્ડિયા'નો છે. આ ફિલ્મમાં વરૂણ મૌજી નામની વ્યકિતનું અને અનુષ્ઠા મમતા નામની વ્યકિતનું પાત્ર ભજવી રહ્યાં છે. અનુષ્ઠા અને વરૂણનો આ લુક જોઇને લાગે છે કે તેઓ તેમના પાત્રને લઇને કોઇ કચાશ છોડવા નથી માગતાં. અનુષ્ઠા અને વરૂણ આ ફિલ્મમાં કપડાંને એમ્બ્રોઇડરી કરીને તેમનું ગુજરાન ચલાવતી હોય છે. આ ફિલ્મ મેક ઇન ઇન્ડિયા કેમ્પેન પરથી પ્રેરણા લઇને બનાવવામાં આવી છે.

(3:32 pm IST)