ફિલ્મ જગત
News of Tuesday, 13th February 2018

બાગી-૨માં એકશન, રોમાંચનો ડબલ ડોઝ

બોલીવૂડના 'ભીડૂ' જૈકી શ્રોફના પુત્ર ટાઇગરે બોલીવૂડમાં એન્ટ્રી સાથે જ પોતાનો ખાસ મોટો ચાહક વર્ગ ઉભો કરી લીધો છે. તેના ડાન્સ-એકશન પાછળ ખાસ કરીને યુવાઓ પાગલ છે. ટાઇગરની નવી ફિલ્મ 'બાગી-૨ રિબેલ ફોર લવ' ૩૦મી માર્ચના આવી રહી છે. આ ફિલ્મમાં ટાઇગર સાથે તેની રિયલ લાઇફ ગર્લફ્રેન્ડ દિશા પટાની  હિરોઇન તરીકે છે. આ બંને પહેલી વાર મોટા પરદે સાથે કામ કરી રહ્યા છે. નિર્માતા સાજીદ નડિયાદવાલા ૨૧મી ફેબ્રુઆરીએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરશે. ફિલ્મનું નિર્દેશન અહેમદ ખાને કર્યુ છે. બાગી-૨માં ડબલ માત્રામાં એકશન, રોમાંચ અને મનોરંજનનો ડોઝ હશે. ટાઇગર નવા જ અવતારમાં જોવા મળશે. તે પહેલી વખત પોતાના લાંબા વાળને બદલે ટૂંકા વાળના લૂક સાથે દેખાશે.

(9:48 am IST)