ફિલ્મ જગત
News of Monday, 13th January 2020

સારા અલી ખાનની દરિયાદિલી : મંદિરમાંથી નીકળતી વેળાએ એક વ્યક્તિએ પૈસા માંગતા સારાએ કરી મદદ : આપ્યા રૂપિયા

કારમાં સાથે રહેલાને મદદ કરવા કહીને તેની પાસેથી રૂપિયા લઈને સારઅલીએ એ વ્યક્તિને પૈસા આપ્યા

બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન થોડાક દિવસો અગાઉ પોતાની મા અમૃતા સિંહની સાથે મુંબઇના એક મંદિરમાં સ્પોટ થઇ હતી. એનો આ વીડિયા એના પ્રશંસકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

સારા અલી ખાનનો એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. એમાં એ એક મંદિરમાંથી બહાર નિકળતી જોવા મળી રહી છે.

સોશ્યલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવેલા સારા અલી ખાનના આ વીડિયોમાં એ મા અમૃતા સિંહની સાથે મુંબઇ સ્થિત જૂહુના મુક્તેશ્વર મંદિરથી બહાર નિકળી રહી છે. ત્યારબાદ એ કારમાં બેસી જાય છે. જેવી કારન દરવાજો બંધ કરવાની હોય છે, ત્યારે જ એક વ્યક્તિ એની પાસેથી પૈસા માંગે છે

 સારા અલી ખાન કારમા સાથે રહેલાને મદદ કરવાનું કહે છે અને તેની પાસેથી પૈસા લઇને પેલા વ્યક્તિને આપે છે સોશિયલ મીડિયામાં આ વિડિઓ ખુબ પસંદ કરાઈ રહયો છે અને સારા અલી ખાનની દરિયાદિલીના સૌ વખાણ કરે છે

(10:44 pm IST)