ફિલ્મ જગત
News of Sunday, 13th January 2019

રાકેશ રોશનની સર્જરી સફળ: હોસ્પિટલમાંથી ઋતિકે શેર કરી તસ્વીરો

ઋત્વિકે લખ્યું ,,,, આજે તેના પિતાની સર્જરી છે, પરંતુ તેમણે જિમ મિસ કર્યુ નથી.

ફિલ્મ અભિનેતા ઋતિક રોશને હાલમાં જ પોતાના પિતાની બિમારીનો ખુલાસો કર્યો હતો. જાણીતા ફિલ્મ મેકર રાકેશ રોશનને ગળામાં કેન્સર થયાના સમાચાર મળ્યાં. આ વાતનો ખુલાસો તેમના દીકરા ઋતિક રોશને સોશિયલ મીડિયામાં કર્યો હતો. ઋતિકે એક તસ્વીર શેર કરી હતી કે આજે તેના પિતાની સર્જરી છે, પરંતુ તેમણે જિમ મિસ કર્યુ નથી.

એક સારા સમાચાર આવ્યા છે કે રાકેશ રોશનની ગળાની સર્જરી થઇ છે, જે સફળ રહી છે. તેમને Squamous Sell Sarcinomaની બિમારી ડાયગનૉજ થઇ હતી. હવે ઋતિકની માતા પિન્કી રોશને સોશિયલ મીડિયામાં રાકેશ રોશનની સાથે બીજી એક તસ્વીર શેર કરી તેની માહિતી આપી છે.

(11:11 pm IST)