ફિલ્મ જગત
News of Sunday, 13th January 2019

એશિયન ફિલ્મ એવોર્ડ સ્પર્ધામાં સંજુ સૌથી આગળ

બેસ્ટ વીઝ્યુઅલ્સ ઇફેક્ટ્માં ફિલ્મ ૨.૦ મોખરે:સંજુને બેસ્ટ ફિલ્મ સહીત આઠ કેટેગરીમાં નોમિનેશન મળ્યા

મુંબઈ :આગામી એશિયન એવોર્ડ વિતરણમાં સિનિયર અભિનેતા સંજય દત્તની રાજકુમાર હીરાણી નિર્દેશિત બાયો-ફિલ્મ સંજુ સૌથી આગળ હોવાની જાણકારી મળી હતી.

  બેસ્ટ વીઝ્યુઅલ્સ ઇફેક્ટ્સ મામલે સાઉથના ભગવાન મનાતા મેગાસ્ટાર રજનીકાંતની ફિલ્મ ૨.૦ મોખરે છે. સંજુને બેસ્ટ ફિલ્મ સહિત કુલ આઠ કેટેગરીમાં નોમિનેશન મળ્યાં છે.  બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં નોમિનેશન મેળવનારી અન્ય ફિલ્મોમાં ઝિમ્પા, ડાઇંગ ટુ સર્વાઇવ અને શોપલિફ્ટર્સનો પણ સમાવેશ થાય છે.  

  વેરાયટી ડૉટ કોમના એક રિપોર્ટ મુજબ કોરિયન ડાયરેક્ટર લી ચાંગ ડોંગની ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ બર્નિંગને સૌથી વધુ નોમિનેશન્સ મલ્યાં હતાં. વિવિધ ફિલ્મોને મળેલાં નોમિનેશન્સની જાહેરાત શુક્રવારે હોંગકોંગમાં કરાઇ હતી.ઔએશિયન ફિલ્મ એવોર્ડ સમારોહ માર્ચની ૧૭મીએ યોજાવાનો છે.    

    રાજકુમાર હીરાણીને બેસ્ટ ડાયરેક્ટરનું અને રણબીર કપૂરને બેસ્ટ એક્ટરનું નોમિનેશન મળ્યું હતું. ફિલ્મ સંજુને બેસ્ટ સ્ક્રીપ્ટ અને મૌલિક સંગીતની સ્પર્ધાનું નોમિનેશન પણ મળ્યું છે. વીકી કૌશલને સહાયક બેસ્ટ એક્ટરનું નોમિનેશન મળ્યું છે.

(8:38 pm IST)