ફિલ્મ જગત
News of Saturday, 13th January 2018

કેટરીનાની બહેનને ચમકાવશે સલમાન ખાન

મુંબઇ:સુપર સ્ટાર સલમાન ખાન પોતાની લાડકી અભિનેત્રી કેટરિના કૈફની બહેન ઇસાબેલાને સૂરજ પંચોલી સાથે આગામી એક ફિલ્મમાં ચમકાવશે એવી માહિતી મળી હતી. અત્યાર અગાઉ સલમાન ખાને સુભાષ ઘાઇની હિટ ફિલ્મ હીરોની રિમેકમાં સૂરજને ચમકાવ્યો હતો પરંતુ એ ફિલ્મે બોક્સ ઑફિસ પર કંઇ ઉકાળ્યું નહોતું. હવે એ સૂરજને ફરી એકવાર તક આપશે અને આ વખતે કેટરિનાની બહેન ઇસાબેલા સાથે સૂરજને ચમકાવશે એવી જાણકારી મળી હતી.અગાઉ ઇસાબેલાએ સલમાન ખાન નિર્મિત ફિલ્મ ડૉક્ટર કેબીમાં રોલ કર્યો હતો. કેનેડામાં વસતા એક ભારતીય ડૉક્ટરે પોતાની ટેક્સીમાં દવાખાનું ચલાવીને સમાજસેવા કરી હતી એવી કથા આ ફિલ્મમાં હતી અને ફિલ્મ હિટ નીવડી હતી. જો કે સૂરજ અને ઇસાબેલાને સાથે ચમકાવતી ફિલ્મના નિર્માતા ટી સિરિઝના ભૂષણ કુમાર અને સલમાનના બનેવી અતુલ અગ્નિહોત્રી છે, સલમાન ખાન નથી. પરંતુ આ ફિલ્મમાં સલમાન હીરો છે. યસ, આ વાત ફિલ્મ ભારતની છે જેમાં સલમાન મુખ્ય રોલ કરી રહ્યો છે. આ ફિલ્મનું ડાયરેક્શન ટાઇગર જિંદા હૈ ફેમ અલી અબ્બાસ ઝફર ટી સિરિઝ અને સલમાનના બનેવી અતુલ અગ્નિહોત્રી માટે કરી રહ્યા છે.
 

(5:27 pm IST)